Connect with us

ટેક્નોલોજી

અપનાવો આ પદ્ધતિ અને રાખો વ્હાટ્સએપ ને સુરક્ષિત

Adopt this method and keep WhatsApp secure

આજ કાલ સોશિયલ મીડિયા નો ઉપયોગ ખુબજ વધી રહ્યો છે. તેના કારણે તેનો દુરુપયોગ પણ વધારે થઈ રહ્યો છે . સમાચાર પર અવાર નવાર એવા સમાચાર જોવા મળતા હોય છે જે પ્રાઇવસી નો ભંગ કરતી હોય. આથી અહી અમે આપની સાથે આપ Whatsapp ને સુરક્ષિત કેવીરીતે રાખી શકાય તેના વિશે થોડીક જાણકારી આપીએ છીએ.

જો આપ તમારા સોશિયલ પ્લેટફોર્મ ને સુરક્ષિત રાખવા માંગતા હોય તો અહી આપેલા પગલાને અપનાવો અને આપના WhatsApp ને સુરક્ષિત રાખી શકો છો.

 • WhatsApp ને ઓફિશિયલ website કે પ્લેસ્ટોર માથી જ ડાઉનલોડ કરવું જોઈએ.
 • આજ કોઈ પણ ડિવાઇસ ને સુરક્ષિત રાખવા માટે Two Step વેરિફિકેશન રાખવાની સુવિધા ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
 • અજાણ્યા વ્યક્તિ દ્વારા જોઈ કોઈ શંકાસ્પદ વસ્તુ જેવી કે કોઈ ફાઇલ, વિડિયો, audio, મોકલવામાં આવી હોય તો તેને ખોલવી જોઈએ નહીં.
 • આપનો મોબાઇલ નંબર એ ખુબજ અંગત હોય તેવા વ્યક્તિ સાથેજ શેર કરો અને સુરક્ષિત રહો.
 • app lock કે મોબાઇલ લોક માટે પાસવર્ડ નો ઉપયોગ અવશ્ય કરો જેથી કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે જો આપનો મોબાઇલ આવે તો પણ તેનો દૂર ઉપયોગ ના કરી શકે.
 • ક્યારેય પણ પબ્લિક વાઈફાઈ કે ઇન્ટરનેટ નો ઉપયોગ ના કરશો.
 • હવે બધી એપ્લિકેશન માં પ્રાઇવસી નું સેટિંગ આપવામાં આવે છે, તેનો અવશ્ય ઉપયોગ કરો અને નજીકના વ્યક્તિ જ આપના પ્રોફાઇલ જોઈ શકે તેવી વ્યવસ્થા કરો.
 • End-to-End Encryption સુવિધા જે WhatsApp દ્વારા આપવામાં આવે છે તેનો અવશ્ય ઉપયોગ કરો.
 • આપની એપ્લિકેશન ને હમેશા નવા વર્ઝન સાથે અપડેટેડ રાખો.
 • ક્યારેય ત્રીજી પાર્ટી દ્વારા બનાવેલ WhatsApp નો ઉપયોગ ના કરવો જોઈએ જેમ કે OG WhatsApp, GB WhatsApp વગેરે.

અહી આપવામાં આવેલા તમામ પગલાઓ થી તમે તમારા whatsapp ને સુરક્ષિત રાખી શકો છો.

ટેક્નોલોજી

Technology News: આઈફોન યુઝર સાથે થયું મોટું ફ્રોડ, એપલ સ્ટોર માન્ય એપ્લિકેશન થી લાખો ગુમાવ્યા

Technology Latest News in Gujarati

આજકાલ ઓનલાઇન ફ્રોડ ના કિસ્સા વધતાં જાય છે ત્યાં એક નવો અને અજીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં એપલ મોબાઇલ કંપની ની બહુ મોટી ભૂલ સામે આવી છે.

Highlight

 • આઈફોન યુઝર સાથે થયું મોટું ફ્રોડ
 • પોતાના જીવનની બધી કમાણી ગુમાવી દીધી
 • એપલ સ્ટોર એપ્લિકેશન દ્વારા થયું ઓનલાઇન ફ્રોડ
 • બીટકોઈન નું બેલેન્સ જોવાના ચક્કર માં બધા પૈસા ગુમાવ્યા

ઓનલાઇન બનતા ફ્રોડ ના કિસા માં એક વધુ બનાવ સામે આવ્યો છે જેમાં એક યુઝર ને ઓનલાઇન એપ્લિકેશન માં પોતાનું બીટકોઈન નું બેલેન્સ ચેક કરવું ભારે પડ્યું છે.

Washington Post ના આધારે માલતિ માહિતી અનુસાર Phillipe Christodoulou કે જે આઇફોન ના વપરાશકર્તા છે તેઓ પોતાની પાસે રહેલા બીટકોઈન નું સ્ટેટસ ચેક કરવા જતા મોટા ફ્રોડ નો શિકાર બન્યા છે. તેઓ આઇફોન ના એપ્લિકેશન સ્ટોર માથી Trezor app ને ડાઉનલોડ કરી હતી કે જેના માધ્યમ થી તેઓ પોતાનું બીટકોઈન નું બેલેન્સ ચેક કરી શકે.

Phillipe Christodoulou એ સ્ટોર માઠી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ પોતાનું બેલેન્સ ચેક કરવા માટે આઇડી અને પાસવોર્ડ નો ઉપયોગ કરતાં તમામ બેલેન્સ ઉપાડી ગયું. Phillipe Christodoulou નું કહેવું છે કે તેની પાસે $600000 જેટલા રૂપિયા ના બીટકોઈન હતા જે ટ્રેજોર એપ્લિકેશન માં લૉગિન થયા બાદ ઉપાડી ગયા છે.

સૌથી વધુ મહત્વની વાત એ છે કે આ પ્રકાર ની એપ્લિકેશન ને એપલ App Store દ્વારા માન્યતા કઈ રીતે પ્રાપ્ત થઈ. ગૂગલે પ્લે સ્ટોર અને એપલ એપ્લિકેશન સ્ટોર દ્વારા ઓનલાઇન ફ્રોડ થી બચવા માટે ઘણી ગાઇડ લાઇન બનાવવા માં આવી છે. અહી મહત્વપૂર્ણ વાત એ છે કે આ પ્રકાર ની એપ્લિકેશન અહી પબ્લિશ કઈ રીતે થઈ.

આ ઘટના બાદ એપલ દ્વારા ઓફિશિયલ સ્ટેટમેંટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અપપ્લ દ્વારા કહેવામા આવ્યું છે કે ” ગ્રાહક નો વિશ્વાસ એજ અમારો પાયો છે. અમે અત્યાર સુધી અમારા આદર્શો ને જાળવી રાખ્યા છે અને આગળ પણ એને જાળવી રાખીશું. ક્યારેક મર્યાદિત કિસ્સામાં આવું બનતું હોય છે જેના પર આગળ અમે કડક કાર્યવાહી કરીશું,

ત્યાર બાદ અપપ્લ દ્વારા આ બનાવટી એપ્લિકેશન ને હાલ સ્ટોર માંથી હટાવી દેવામાં આવી છે. ત્યાર બાદ બીજી એપ્લિકેશન પણ આ કાર્યવાહી ના ભાગ રૂપે નકલી અને ગાઇડ લાઇન નો ભંગ કરતી હોય તેને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive