Connect with us

IPL 2021

IPL 2021: ગુરુ પર શિષ્ય પડ્યો ભારે, દિલ્લી એ ચેન્નઈ ને આપી સાત વિકેટે માત

IPL 2021 DC vs CSK Sports News in Gujarati

Delhi Capitals beat Chennai Super Kings by seven wickets

IPL 2021 ના બીજા દિવસે કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની ના કપ્તાની હેઠળ ચેન્નઈ ની ટીમ અને યુવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વ હેઠળ દિલ્લી ની ટીમ નો મુકાબલો થયો. જેમાં દિલ્હી ની ટીમ એ સાત વિકેટ દ્વારા ચેન્નઈ ની ટીમ ને માટ આપી છે.

Highlight

  • IPL 2021: બીજો મુકાબલો ચેન્નઈ અને દિલ્લી વચ્ચે વાનખેડે સ્ટેડિયમ માં,
  • દિલ્લી એ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાની નિર્ણય કર્યો હતો,
  • દિલ્લી ની ચેન્નઈ ને 7 વિકેટે માત

દિલ્લી એ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો

વાનખેડે સ્ટેડિયમમાં બીજા દિવસે દિલ્લી કપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે આઇપીએલ નો બીજો મુકાબલી રમાયો હતો જેમાં દિલ્લી એ ટોસ જીતી ને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધી હતો. ચેન્નઈ ની ટીમ પહેલા બેટિંગ કરતાં તેને 188 રન નો લક્ષ્યાંક દિલ્લી કૅપિટલ સામે મૂક્યો હતો.

ચેનાઈ તરફથી મોઈન અલી, સુરેશ રૈના, અને સેમ કરન નું પ્રદર્શન ખુબજ સારું રહ્યું હતું. મોઈન અલી એ 24 બૉલ માં 36 રન, સુરેશ રૈના એ 36 બૉલ માં 54 રન, અને સેમ કરન એ 15 બૉલ માં 34 રન ફટકાર્યા હતા. સામે પક્ષે દિલ્લી માં વોકસ અને આવેશ ખાન દ્વારા બોલિંગ ક્ષેત્ર માં સારું પ્રદર્શન કર્યું હતું. તેઓ એ 6 થી ઓછી ઇકોનોમી થી રન આપી અને 2-2 વિકેટ ઝડપી હતી.

દિલ્લી એ સાત વિકેટથી મેળવી જીત

189 રન ના લક્ષ્યાંક સામે દિલ્લી ની ટીમના ઓપનર દ્વારા ખુબજ ધમાકેદાર શરૂઆત કરવામાં આવી હતી. પૃથ્વી શૉ અને સિખર ધવન દ્વારા શરૂઆત થીજ ચેન્નઈટીમ ની બોલિંગ પર હાવી રહ્યા હતા પૃથ્વી શૉ એ 38 બૉલ માં 72 રન જ્યારે શિખર ધવન દ્વારા 54 બૉલ માં 85 રન લગાવવામાં આવ્યા હતા. ચેન્નઈ તરફ થી બોલિંગ માં શાર્દૂલ ઠાકુર દ્વારા 2 વિકેટ ઝડપવામાં આવી હતી.

દિલ્લી કપિતન ની ટીમ એ 189 રન ના લક્ષ્યાંક ને માત્ર 18.4 ઓવેર માં 3 વિકેટ એ પ્રાપ્ત કરી ચેન્નઈ સામે પોતાની જીત ની હેટ્રીક લગાવી હતી.

શિખર ધવન થયો મેન ઓફ ધ મેચ

શિખર ધવન દ્વારા માત્ર 54 બૉલ માં 85 રન ફટકારી ટીમ ને એક સારી અને મજબૂત સ્થિતિ માં પહોચાડી હતી. શરૂઆત થી દિલ્લીને 9.5 ને avg. થી રન ની આવશ્યકતા હતી તેમાં શિખર ધવનના 54 બૉલ માં 85 રન ટીમ માટે ખુબજ મહત્વ પૂર્ણ હતા. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેની મેન ઓફ ધ મેચ માટે પસંદગી થયી.

IPL 2021

IPL 2021: RCB ની ધમાકેદાર જીત, MI એ પોતાનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો

IPL 2021 Latest News in Gujarati

IPL 2021: RCB’s resounding victory, MI maintained its track record

IPL 2021 ની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ મુકાબલો ગયા વર્ષ ની વિજેતા ટીમ મુંબઈ ઈંડિયંસ અને રોયલ ચેલ્લેંજર બંગલોર વચ્ચે હતો. જેમાં ર્ક્બ્નિ ટીમ એ રોમાંચક મુકાબલા માં મુંબઈ ની ટીમ સામે 2 વિકેટ થી જીત પ્રાપ્ત કરી છે.

Highlight

  • IPL નો પ્રથમ મુકાબલો મુંબઈ અને બેંગલોર વચ્ચે
  • RCB એ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ મેચમાં જીત પોતાના નામે કરી.
  • ગુજરાતનો હર્ષલ પટેલ થયો મેન ઓફ ધ મેચ

RCB એ ટોસ જીત્યો

રોયલ ચેલ્લેંજર બેંગલોર ના કપ્તાન વિરાટ કોહલી એ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈંડિયંસ દ્વારા પહેલી બેટિંગ કરતાં 159 રન નો લક્ષ્યાંક RCB ની ટીમ સામે રાખ્યો હતો. જેમાં ક્રિસ લીન અને સૂર્યકુમાર યાદવ ની ધમાકેદાર બેટિંગ ની મદદ થી મુંબઈ 159 જેટલો લક્ષ્યાંક બનાવી શકી હતી. RCB તરફ થી બોલિંગ માં હર્ષલ પટેલ દ્વારા શાનદાર પ્રદર્શન કરતાં 4 ઓવર માં માત્ર 27 રન આપી 5 વિકેટ લીધી હતી.

લક્ષ્યાંકનો પીછો કરતાં મેચના અંતિમ બૉલ પર 1 રન કરી RCB એ જીત હાંસિલ કરી હતી. જેમાં વિરાટ કોહલી, ગ્લેંન મેક્સવેલ, અને એબી ડીઇ વિલલિયર્સ દ્વારા સુંદર દેખાવ કરવામાં આવ્યો હતો. મુંબઈ તરફથી બોલિંગ માં જસપ્રીત બૂમરાહ અને મેક્રો જનસેન દ્વારા 2-2 વિકેટ ઝડપવામાં આવી હતી.

હર્ષલ પટેલ બન્યો મેન ઓફ ધ મેચ

હર્ષલ પટેલ જે સાણંદ ગુજરાત નો રહેવાસી છે. IPL 2021 માં RCB તરફથી રમી રહ્યો છે જેને મુંબઈ સામે માત્ર 27 રન આપી 4 ઓવેર માં 5 વિકેટ જડપી હતી. આ શાનદાર પ્રદર્શન ના કારણે તેને મેન ઓફ ધ મેચ નો એવાર્ડ પણ આપવામાં આવ્યો હતો. છેલ્લી ઓવરો માં સારા યોર્કર ના કારણે ટીમ ને એક સારી સ્થિતિ અપાવી હતી.

MI એ પોતાનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો

મુંબઈ એ દર IPL ની જેમ આ વખતે પણ પ્રથમ મેચ ગુમાવવા નો વારો આવ્યો છે. RCB સામે પ્રથમ મેચ માં 159 રન નો લક્ષ્યાંક રાખ્યો હતો જે આરસીબી દ્વારા 20મી ઓવર ના અંતિમ બૉલ પર પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હતો. મુંબઈ ઇંડિયન દર વખત ની જેમ આ વકહતે પણ પ્રથમ મેચ ની હારથી શરૂઆત કરી છે.

મુંબઈ ના કપ્તાન નું કહેવું ચ્હે કે આ માત્ર પ્રથમ મેચ હતી જે એક વોર્મ અપ મેચ સમાન હતી. હજુ ઘણા મુકાબલા બાકી છે જેમાં અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશું.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive