Connect with us

નેશનલ

રાજકારણ, કોરોના અને પશ્ચિમ બંગાળ : એકજ દિવસ માં 8000 થી વધુ કેસ નોંધાયા

Rahul Gandhi Image

Politics, Corona and West Bengal: More than 8000 cases reported in a single day

હાલ ના સ્વાસ્થ્યમંત્રાલય ના તાજા આંકડા અનુસાર પશ્ચિમ બંગાળ માં એક જ દિવસ માં 8000 થી પણ વધુ કોરોના કેસ આવ્યા છે. અત્રે એ જાણવું ખુબજ જરૂરી છે કે બંગાળ માં વિધાન સભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં રેલીઓ દરમિયાન હજારો થી લાખો લોકો ભાગ લઈ રહ્યા છે.

હાઇલાઇટ

  • બંગાળ માં કોરોના નો રાફડો ફાટયો, એક જ દિવસ માં 8000 થી વધુ કેસ આવ્યા સામે,
  • રાહુલ ગાંધી એ તેમની રેલીઓ ને કરી રદ,
  • કારગીલથી વધુ લોકો કોરોનાથી મરે છે, રેલીઓ રોકોઃ પૂર્વ સેનાધ્યક્ષ

બંગાળ માં એક દિવસ માં 8000 થી વધુ કોરોના કેસ

અત્રે દેશ માં એક કોરોના ના કારણે સ્થિતિ વધુ ને વધુ બગડી રહી એ ત્યારે તેમાં થી બંગાળ પણ બાકાત રહી શક્યું નથી, તાજા આંકડાઓ અનુસાર બંગાળ માં ઍક દિવસ માં 8000 થી વડુ કેસો આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ ના કારણે રાજ્ય માં ક્યાય પણ સોશિયલ ડિસ્ટન્સ જેવા માનકો નું પાલન થતું નથી.

2 માર્ચ પહેલા જ્યારે ચૂંટણી ની માત્ર જાહેરાત થઈ હતી ત્યારે બંગાળ માં એક દિવસ માં માત્ર 200 ની આસપાસ કેસો આવતા હતા, હાલ માં વિધાન સભા ના ઇલેક્શન ના કારણે ભેગી થતી ભીડ થી સોશિયલ ડિસ્ટન્સ જેવા માનકો જાણે નેવેમુકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

મહત્વપૂર્ણ નિવેદનો

કોરોના અને બંગાળ ના ઇલેક્શન માં થતી ભીડ જોઈ ઘણા લોકો પોતાના પ્રતીભાવ રજૂ કર્યા છે,

હું બંગાળમાં મારી તમામ રેલીઓને રદ કરું છું. કોરોનાના કારણે તે ખુબજ જરૂરી છે. બાકીના નેતાઓ પણ આ અંગે વિચાર કરવો જોઈએ. -રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા

રાહુલ ગાંધી રેલીઓ કરે કે ના કરે કોઈ ફરક પડતો નથી. તેમની રેલીમાં લોકોની ભીડ જ નથી,  - કૈલાશ વિજયવર્ગીય, બંગાળ ભાજપ પ્રભારી

અમે ચૂંટણીના બાકી રહેલા તબક્કા ભેગા યોજવાનું કહ્યું હતું પરંતુ ભાજપ ના માન્યુ. ભાજપ રાજ્યમાં રેલીઓ કરી રહ્યું છે. જ્યાં સુધી તેઓ કરશે, ત્યાં સુધી અમે પણ કરીશું. - સૌગત રાય, તૃણમૂલ સાંસદ

રાજકારણ, ચૂંટણી અને કોરોના વચ્ચે બંગાળ ના લોકો ની સ્થિતિ દયાજનક બની રહી છે. તંત્ર પાસે પૂરતા પ્રમાણ માં કોઈ સુવિધા અને ગાઇડ લાઇન નો અભાવ જોવા મળી રહ્યો છે.

ગુજરાત

રેમડેસિવિર બનાવનારી કંપનીઓએ આપ્યા ખુબજ સારા સમાચાર, ભાવ માં કર્યો ઘટાડો

remedecivir News in Gujarati

હાલ માં ગુજરાત અને પૂરા ભારત ની સ્થિતિ કોરોના ના કારણે ખુબજ ડામાડોળ બની ચૂકેલી છે. પૂરા ભારત માં અત્યારે એક દિવસ માં રોજ બે લાખ થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ગુજરાત માં પણ 8 હજાર થી વધારે કેસ આવી રહ્યા છે.

હાઇલાઇટ

  • રેમડેસિવિર ના ઈંજેક્શન ના ભાવો માં થયો ઘટાડો,
  • સરકાર ની વિનંતી ઈંજેક્શન બનાવતી કંપની એ માની,

હાલ ની કોરોના ની ભયાનક અને ગંભીર સ્થિતિ ના કારણે સમગ્ર મેડિકલ ક્ષેત્ર એક કાટો કટી ની સ્થિતિ માથી પ્રસાર થઈ રહ્યું છે. કોરોના ના હાલ ના લક્ષણો માં રેમડેસિવિર ના ઈંજેક્શન ની માંગ ખુબજ વધી રહી છે. એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર હાલ માં કોરોના ના દર્દી ઑ માટે કઈક અંશે જીવનદાન આપનાર બની રહ્યું હતું. થોડા સમય પહેલા તેના સ્ટોક માં અછત વર્તાઇ હતી.

ઉત્પાદન કરતી કંપનીઓને કેન્દ્ર સરકાર ની વિનંતી

એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર ની માંગ વધતાં તેના સ્ટોક માં અછત ઊભી થયી હતી ત્યાર બાદ ઘણી જગ્યાએ તેની કાળા બજારી ના પણ સમાચાર સામે આવ્યા હતા. તેની ઉપયોગિતા અને મહત્વતા ને ધ્યાન માં લઈ કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર બનાવનારી કંપની ને ભાવઘટાડો કરવા માટે વિનંતી કરી હતી.

એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર બનાવતી કંપનીઓએ કર્યો ભાવ ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિનંતી બાદ કંપની એ ભાવ માં ફેરફાર કર્યો હતો જેથી તેનો લાભ મધ્યમ પરિવાર અને ગરીબ લોકો ને પણ મળી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ ત્યાર બાદ નીચે પ્રમાણે ના ભાવ જાહેર કર્યા હતા.

કંપનીનું નામ બ્રાંડ નામ અગાઉની MRP (રૂપિયામાં)નવી MRP (રૂપિયામાં)
કેડિલા હેલ્થકેર લિમિટેડ રેમડેક (REMDAC) 2,800/- 899/-
સિપ્લા લિમિટેડ સિપ્રેમી (CIPREMI) 4,800/- 3,000/-
જુબિલન્ટ જીનેરિક્સ લિ. જુબી-આર(JUBI-R) 4,700/-3,400/-
સિનજેન ઈન્ટરનેશનલ લિમિટેડ (બાયોકોન બાયોલોજીક્સ ઈન્ડિયા) રેમવિન (RemWin) 3,950/-2,450/-
ડો.રેડ્ડીઝ રલેબોરેટરીઝ લિ. REDYX 5,400/- 2,700/-
માઈલન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ. ડેસરેમ(DESREM)4,800/- 3,400/-
હિટેરો હેલ્થકેર લિ. કોવિફોર (COVIFOR) 5,400/- 3,490/-

અહી એ જાણવું ખુબજ જરૂરી છે કે આ દવાનું ઉત્પાદન ભારત માં માત્ર 7 જ કંપની દ્વારા કરવામાં આવે છે જ્યારે તેઓ દ્વારા દર મહિને 38.80 લાખ યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાની મેસસ ગિલીડ સાયન્સિસ સાથે સ્વૈચ્છીક પરવાના સમજૂતી હેઠળ એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર ની પેરમીશન મળે છે.

Continue Reading

નેશનલ

National News: CBSE ધોરણ 10ની પરીક્ષા રદ, 12માં અંગે નિર્ણય મુલતવી.

Student Exam

CBSE standard 10 exams canceled, decision on standard 12 postponed.

કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડ ની પરીક્ષા અંગે ખુબજ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે જ્યારે 12માં ધોરણ માટેની પરીક્ષા અંગે નો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામા આવ્યો છે.

હાઇલાઇટ

  • બોર્ડ ની પરીક્ષામાં 30લાખ જેટલા વિધ્યાર્થી શામેલ થવાના હતા.
  • આગામી 4 મે ના રોજ લેવાનાર ધોરણ 10ની પરીક્ષા થયી રદ.
  • ધોરણ 12 અંગે આગામી દિવસો માં લેવામાં આવશે નિર્ણય

હાલ માં કેન્દ્રસરકાર દ્વારા વધતાં કોરોના ના કેસો ના કારણે આવનારી બોર્ડ ની પરીક્ષા મુદ્દે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, હાલ ની કોરોના ના સ્થિતિ ને ધ્યાન માં લઈ કેન્દ્ર સરકાર ના શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમા 4 મે ના રોજ યોજાનારી CBSE ની બોર્ડ ની પરીક્ષા મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

4 મે ના રોજ યોજાવાની હતી પરીક્ષા

જૂના પરીક્ષા ના ટાઇમટેબલ પ્રમાણે આગામી 4થી તારીખે બોર્ડ ની પરીક્ષા યોજાવવાની હતી જેમાં અંદાજે 30લાખ જેટલા વિધ્યાર્થી ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કોરોના ના કારણે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય પ્રમાણે ધોરણ 10 ના કેન્દ્રિય બોર્ડ ના વિધ્યાર્થી ને માસ પ્રમોશન થી આગળ ના ધોરણ માં બઢતી આપવામાં આવશે.

ધોરણ 12 ના વિધ્યાર્થીઓની પરીક્ષા મુદ્દે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તે અંગે નિર્ણય આગામી 1 જૂન સુધી માં લેવામાં આવશે. હાલ પૂરતી સરકાર ની માહિતી અનુસાર ધોરણ 12 ની પરીક્ષા ને મુલતવી રાખવામા આવી છે, જ્યારે પરીક્ષા લેવાની તારીખના અગાઉ 15 દિવસ જેટલા સમયમાં વિધ્યાર્થી ને જાણ કરવામાં આવશે.

વિરોધ પક્ષ ની પણ માંગણી હતી કે પરીક્ષા રદ થાય.

કોરોના ની બીજી વેવ ના કારણે હાલ માં દેશ માં સ્થિતિ ખુબજ ગંભીર છે. દરરોજ 1.50 લાખ થી પણ વધારે કેઓ આવી રહ્યા છે તેમાં પરીક્ષા નું આયોજન કરવું એ દેશના વિધ્યાર્થી અને યુવા ધન માટે ખુબજ ખતરા રૂપ કહેવાય. આ મુદ્દા ને ધ્યાન માં લઈ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ પરીક્ષા ને રદ કરવાની માંગણી કરી ચૂક્યા છે.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive