Connect with us

નેશનલ

National News: સ્પેશિયલ 26 ફિલ્મ જેવી સ્ટાઇલ માં ડોક્ટર દંપતી ને લૂટી ગયા પાંચ ચોર

Five thieves robbed the doctor couple in a special 26 movie style

અવાર નવાર દેશ માં અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે. હાલ માં પણ એવિજ એક ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મી સ્ટાઇલ માં પાંચ લુટારુઓ એક ડોક્ટર દંપતી ને લૂંટી લીધા છે.

Highlights

  • પાંચ લુટારુઓ એ ડોક્ટર દંપતી ને લૂંટી લીધા
  • ફિલ્મી સ્ટાઇલ માં વારદાત ને આપ્યો અંજામ, લૂંટારુઓ એ પોતાને સીબીઆઇ અધિકારી ગણાવ્યા હતા.
  • special 26 ફિલ્મ જેવી બની ઘટના

દિવસે ને દિવસે લૂંટ ની ઘટના માં નવી નવી તકનીકો જોવા મળતી હોય છે એવામાં હાલમાં એક ડોક્ટર દંપતી સાથે લૂંટ ની ઘટના બની તે તદ્દન ફિલ્મી સ્ટાઇલ માં બની છે. સ્પેશિયલ 26 ફિલ્મ ની સ્ટાઇલ માં લૂંટારુઓ આવી ને ડોક્ટર દંપતી ને સીબીઆઇ માઠી આવતા હોવા નો પરિચય આપ્યો હતો.

આ ઘટના 26 માર્ચ ના દિવસે પિતમપુરા માં બની હતી જ્યાં લૂંટારુઓ સીબીઆઇ ના અધિકારી ના વેશ માં આવી ડોક્ટર દંપતીના 36 લાખ રૂપિયા કેશ, 3852 અમેરિકન ડોલર, 400 યુરો અને 5 લાખ જેટલી સોનાની લૂંટ ચલાવી હતી.

ડોક્ટર દંપતી નું કેહવું છે કે “પોતે હરિયાણા ના રહેવાસી છે. લૂંટારુઓ એ તેમણે લૂંટવાનો પ્લાન દિલ્લીમાં જ બનાવ્યો હશે.અને તેમને ફિલ્મ થી પ્રેરણા લીધી હોય તેવું લાગે છે. “

હાળ આ ઘટનામાં પોલિસ બધાજ પરિબળો અને સંભાવના ની તપાસ કરી રહી છે. પોલિસ નું કહેવું છે કે લૂંટારુઓ આઓ ને જલ્દી થી જલ્દી પકડી અને જેલ હવાલે કરવામાં આવશે.

નેશનલ

રાજકારણ, કોરોના અને પશ્ચિમ બંગાળ : એકજ દિવસ માં 8000 થી વધુ કેસ નોંધાયા

Rahul Gandhi Image

Politics, Corona and West Bengal: More than 8000 cases reported in a single day

હાલ ના સ્વાસ્થ્યમંત્રાલય ના તાજા આંકડા અનુસાર પશ્ચિમ બંગાળ માં એક જ દિવસ માં 8000 થી પણ વધુ કોરોના કેસ આવ્યા છે. અત્રે એ જાણવું ખુબજ જરૂરી છે કે બંગાળ માં વિધાન સભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં રેલીઓ દરમિયાન હજારો થી લાખો લોકો ભાગ લઈ રહ્યા છે.

હાઇલાઇટ

  • બંગાળ માં કોરોના નો રાફડો ફાટયો, એક જ દિવસ માં 8000 થી વધુ કેસ આવ્યા સામે,
  • રાહુલ ગાંધી એ તેમની રેલીઓ ને કરી રદ,
  • કારગીલથી વધુ લોકો કોરોનાથી મરે છે, રેલીઓ રોકોઃ પૂર્વ સેનાધ્યક્ષ

બંગાળ માં એક દિવસ માં 8000 થી વધુ કોરોના કેસ

અત્રે દેશ માં એક કોરોના ના કારણે સ્થિતિ વધુ ને વધુ બગડી રહી એ ત્યારે તેમાં થી બંગાળ પણ બાકાત રહી શક્યું નથી, તાજા આંકડાઓ અનુસાર બંગાળ માં ઍક દિવસ માં 8000 થી વડુ કેસો આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ ના કારણે રાજ્ય માં ક્યાય પણ સોશિયલ ડિસ્ટન્સ જેવા માનકો નું પાલન થતું નથી.

2 માર્ચ પહેલા જ્યારે ચૂંટણી ની માત્ર જાહેરાત થઈ હતી ત્યારે બંગાળ માં એક દિવસ માં માત્ર 200 ની આસપાસ કેસો આવતા હતા, હાલ માં વિધાન સભા ના ઇલેક્શન ના કારણે ભેગી થતી ભીડ થી સોશિયલ ડિસ્ટન્સ જેવા માનકો જાણે નેવેમુકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

મહત્વપૂર્ણ નિવેદનો

કોરોના અને બંગાળ ના ઇલેક્શન માં થતી ભીડ જોઈ ઘણા લોકો પોતાના પ્રતીભાવ રજૂ કર્યા છે,

હું બંગાળમાં મારી તમામ રેલીઓને રદ કરું છું. કોરોનાના કારણે તે ખુબજ જરૂરી છે. બાકીના નેતાઓ પણ આ અંગે વિચાર કરવો જોઈએ. -રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા

રાહુલ ગાંધી રેલીઓ કરે કે ના કરે કોઈ ફરક પડતો નથી. તેમની રેલીમાં લોકોની ભીડ જ નથી,  - કૈલાશ વિજયવર્ગીય, બંગાળ ભાજપ પ્રભારી

અમે ચૂંટણીના બાકી રહેલા તબક્કા ભેગા યોજવાનું કહ્યું હતું પરંતુ ભાજપ ના માન્યુ. ભાજપ રાજ્યમાં રેલીઓ કરી રહ્યું છે. જ્યાં સુધી તેઓ કરશે, ત્યાં સુધી અમે પણ કરીશું. - સૌગત રાય, તૃણમૂલ સાંસદ

રાજકારણ, ચૂંટણી અને કોરોના વચ્ચે બંગાળ ના લોકો ની સ્થિતિ દયાજનક બની રહી છે. તંત્ર પાસે પૂરતા પ્રમાણ માં કોઈ સુવિધા અને ગાઇડ લાઇન નો અભાવ જોવા મળી રહ્યો છે.

Continue Reading

ગુજરાત

રેમડેસિવિર બનાવનારી કંપનીઓએ આપ્યા ખુબજ સારા સમાચાર, ભાવ માં કર્યો ઘટાડો

remedecivir News in Gujarati

હાલ માં ગુજરાત અને પૂરા ભારત ની સ્થિતિ કોરોના ના કારણે ખુબજ ડામાડોળ બની ચૂકેલી છે. પૂરા ભારત માં અત્યારે એક દિવસ માં રોજ બે લાખ થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ગુજરાત માં પણ 8 હજાર થી વધારે કેસ આવી રહ્યા છે.

હાઇલાઇટ

  • રેમડેસિવિર ના ઈંજેક્શન ના ભાવો માં થયો ઘટાડો,
  • સરકાર ની વિનંતી ઈંજેક્શન બનાવતી કંપની એ માની,

હાલ ની કોરોના ની ભયાનક અને ગંભીર સ્થિતિ ના કારણે સમગ્ર મેડિકલ ક્ષેત્ર એક કાટો કટી ની સ્થિતિ માથી પ્રસાર થઈ રહ્યું છે. કોરોના ના હાલ ના લક્ષણો માં રેમડેસિવિર ના ઈંજેક્શન ની માંગ ખુબજ વધી રહી છે. એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર હાલ માં કોરોના ના દર્દી ઑ માટે કઈક અંશે જીવનદાન આપનાર બની રહ્યું હતું. થોડા સમય પહેલા તેના સ્ટોક માં અછત વર્તાઇ હતી.

ઉત્પાદન કરતી કંપનીઓને કેન્દ્ર સરકાર ની વિનંતી

એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર ની માંગ વધતાં તેના સ્ટોક માં અછત ઊભી થયી હતી ત્યાર બાદ ઘણી જગ્યાએ તેની કાળા બજારી ના પણ સમાચાર સામે આવ્યા હતા. તેની ઉપયોગિતા અને મહત્વતા ને ધ્યાન માં લઈ કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર બનાવનારી કંપની ને ભાવઘટાડો કરવા માટે વિનંતી કરી હતી.

એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર બનાવતી કંપનીઓએ કર્યો ભાવ ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિનંતી બાદ કંપની એ ભાવ માં ફેરફાર કર્યો હતો જેથી તેનો લાભ મધ્યમ પરિવાર અને ગરીબ લોકો ને પણ મળી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ ત્યાર બાદ નીચે પ્રમાણે ના ભાવ જાહેર કર્યા હતા.

કંપનીનું નામ બ્રાંડ નામ અગાઉની MRP (રૂપિયામાં)નવી MRP (રૂપિયામાં)
કેડિલા હેલ્થકેર લિમિટેડ રેમડેક (REMDAC) 2,800/- 899/-
સિપ્લા લિમિટેડ સિપ્રેમી (CIPREMI) 4,800/- 3,000/-
જુબિલન્ટ જીનેરિક્સ લિ. જુબી-આર(JUBI-R) 4,700/-3,400/-
સિનજેન ઈન્ટરનેશનલ લિમિટેડ (બાયોકોન બાયોલોજીક્સ ઈન્ડિયા) રેમવિન (RemWin) 3,950/-2,450/-
ડો.રેડ્ડીઝ રલેબોરેટરીઝ લિ. REDYX 5,400/- 2,700/-
માઈલન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ. ડેસરેમ(DESREM)4,800/- 3,400/-
હિટેરો હેલ્થકેર લિ. કોવિફોર (COVIFOR) 5,400/- 3,490/-

અહી એ જાણવું ખુબજ જરૂરી છે કે આ દવાનું ઉત્પાદન ભારત માં માત્ર 7 જ કંપની દ્વારા કરવામાં આવે છે જ્યારે તેઓ દ્વારા દર મહિને 38.80 લાખ યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાની મેસસ ગિલીડ સાયન્સિસ સાથે સ્વૈચ્છીક પરવાના સમજૂતી હેઠળ એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર ની પેરમીશન મળે છે.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive