Connect with us

લાઇફસ્ટાઇલ

LifeStyle: વજન ઘટાડવામાં જીરું બનશે ખુબ જ ઉપયોગી, કરો આ રીતે ઉપયોગ…

Lifestyle News_ weight Loss with Cumin

મેદસ્વીતા ના કારણે ઘણા લોકો પરેશાન હોય છે. એવામાં વજન ઉતારવા માટે ઘણી વખત ઘરમાજ ઔષધિ હોય છે પણ તેની પરખ હોતી નથી.: જીરું એ રસોડામાં ફક્ત સ્વાદ ને વધારવા માટેજ નહીં પરંતુ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ લાભદાયી છે. અહી અમે જીરું ની ઉપયોગી જાણકારી આપીએ છીએ જે આપણે વજન ઉતારવામાં ખુબજ મદદ રૂપ બનશે.

જીરા પાણી નો લાભ:

જીરું પાણી એ વજન ઉતારવામાં ખુબજ મદદ રૂપ બની શકે છે. તે શરીર ની પાચન ક્રિયા માં ખુબજ મદદ રૂપ બને છે. તે શરીરમાથી બિન જરૂરી ઝેરી તત્વો ને દૂર કરે છે અને ત્વચા ને ચમકદાર તેમજ વજન ઉતારવા માં અને શરીર માં ચરબી ના નિયંત્રણ માં તે ખુબજ ઉપયોગી બને છે.

જીરા નું કાર્ય એ ચરબી ને ઘટાડવાના કાર્યને જડપી બનાવે છે, એવામાં વજન ઘટાડવા ઇચ્છુક લોકો માટે જીરું એ વરદાન સાબિત થઈ શકે છે. જીરાને જ્યારે પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તે પાણીમાં પોતાના પોષક તત્વો બહાર નિકાળે છે. જેના કારણે પાણી થોડો પીળો રંગ પકડે છે. આ પ્રક્રિયા એ ઓસ્મોસિસ ના કારણે થાય છે. વજન ઘટાડવા માટે આ જીરા પાણી ખુબજ ઉપયોગી બને છે.

જીરા પાણીનું સેવન કેવી રીતે કરવું જોઈએ?

જીરું એ ખુબજ ઓછા પ્રમાણ માં કેલોરી ધરાવતું તત્વ છે. જે શરીર ના ડિટોક્ષિફિકેશન કરવા માટે વધુ પ્રમાણ માં લેવામાં આવે તો પણ તેની આડઅસર થતી નથી. જમ્યા પહેલા કે અતિ ભૂખ ના સમય પર જીરાના પાણી નું સેવન કરવું જોઈએ જે ઓછી કેલોરી માં ભૂખ ને ઓછી કરે છે અને વાજાના ઘટાડવામાં ખુબજ મદદ રૂપ બને છે.

એક રાત સુધી જીરા પાઉડર ને પાણી માં પલાળી રાખ્યા બાદ ભીજન કરતાં પહેલા એક ચમચી તજ પાઉડર અને સૂકા આદું નો પાઉડર થોડો ઉમેરી શકો છો. આ તૈયાર થયેલું પીણું આપણે વજન ઘટાડવા માટે ખુબજ લાભકારી થશે. પીણાં નો કડવો સ્વાદ ઓછો કરવા માટે થોડા ગળપણ નો ઉપયોગ કરી શકાય છે.

દિવસમાં કેટલી વાર લઈ શકાય?

જીરા પાણી નો ઉપયોગ એ તમારા વજન ઘટાડવાના ધ્યેય પર આધારિત હોય છે. તેના માટે તમે કોઈ સારા ડાયટેશિયન ની મદદ પણ લઈ શકો છો. જો આપ જડપ થી વજન ઘટાડવા માંગતા હોય તો દિવસ માં ત્રણ થી ચાર વાર લઈ શકો છો. તેનાથી કોઈ પણ પ્રકાર ની આડ અસર થશે નહીં.

આ સિવાય તમે જીરાના પાણી સાથે મેથીદાણા નો પણ ઉપયોગ કરી શકો છો જે વજન ઘટાડવામાં મદદ રૂપ થશે.

કોઈ પણ પ્રક્રિયા ને અનુસરતા પૂર્વે તમે કોઈ પણ સારા ન્યુટ્રિશનિસ્ટની સલાહ અવશ્ય લો જે તમારા આહાર ને સંતુલિત કરી વજન ઘટાડવા માં મદદ કરશે.

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive