Connect with us

ગુજરાત

હાઈકોર્ટે સરકારની કાઢી જાટકણી: કોરોના મુદ્દે માંગ્યો બે દિવસ માં એક્શન પ્લાન

Gujarat Latest News 1

Gujarat High Court strict on Gujarat Government on COVID-19, Gives the warning to file an affidavit in two days

ગુજરાત હાઇકોર્ટ નું કોરોના મુદ્દે સરકાર પર કડક વલણ છેલ્લા કેટલાક દિવસો થી જણાઈ રહ્યું છે. એવામાં હાઈકોર્ટે દ્વારા ગુજરાત સરકાર ને કડક શબ્દોમાં જાટકણી કાઢતા બે દિવસ માં એક્શન પ્લાન રજૂ કરવાનો હુકમ કર્યો છે.

Highlight

  • કોવિડ 19 ના સૂઓમોટો પર ગુજરાત હાઇકોર્ટ નું કડક વલણ,
  • વધતાં કેસો પર અંકુશ લગાવવા નો આદેશ,
  • બે દિવસ માં એક્શન પ્લાન રજૂ કરવાનો હુકમ,
  • લગ્ન અને અંતિમ વિધિ સિવાય તમામ પ્રસંગો પર રોક કરવાનું કર્યું સૂચન

શું હતો મામલો

ગુજરાત સરકાર વિરુદ્ધ સૂઓમોટો દ્વારા કોરોના મુદ્દે હાઇકોર્ટ માં આજે એકલ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર સુનાવણી દરમિયાન હાઇકોર્ટ કોરોના ની સ્થિતિ મુદ્દે કડક વલણ રહ્યું હતું. જ્યારે આગામી સુનવણી 15 એપ્રિલએ કરવામાં આવશે તેની તારીખ પણ આપવામાં આવી હતી.

શું થયું સુનાવણી દરમિયાન

મામલો જ્યારે હાઇકોર્ટ માં પહોચ્યો ત્યારે કોર્ટ દ્વારા સરકાર પાસે વિવિધ મુદ્દાઑ પર જવાબ માંગ્યો હતો જેવો કે લોક ડાઉન, રાત્રિ કર્ફ્યૂ, રસીકરણ પ્રક્રિયા, RTPCR જેવા reports, અને રેમડેસીવીર ઈંજેકશન. આ સાથે સરકાર પાસે આગામી એક્શન પ્લાન વિશે ની પણ વિગતની માંગણી કરી હતી.

અમુક સવાલો ના જવાબ મુદ્દે સરકાર મીડિયા રેપોર્ટ્સ ને તથ્ય તરીકે ના સ્વીકારવાનું કહેતા કોર્ટ આ મુદ્દે સરકાર પર ને કડક શબ્દો માં કહ્યું હતું કે દરેક વખતે આવી રીતે મીડિયા રિપોર્ટ ને અવગણી ના શકાય.

નોંધનીય છે કે સરકાર બીજા રાજ્યોને પણ ઉદાહરણ તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરતી હતી ત્યારે કોર્ટ દ્વારા તે મુદ્દા પર પણ સરકાર ને સ્પષ્ટ જણાવી દીધું કે બીજા રાજ્યો ની સ્થિતિ પર અમારે ચિંતા કરવાની નથી. અહી ચર્ચા ગુજરાત ની વર્તમાન સ્થિતિ અંગે જ છે આથી અન્ય રાજ્યોને ઉદાહરણ તરીકે ના લઈ શકાય.

હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યું સૂચન

તમામ સુનાવણી બાદ કોર્ટ દ્વારા સરકાર ને કડક શબ્દો માં સૂચન કરવામાં આવ્યું હતું જેમાં RT-PCR રિપોર્ટ અને રેમડેસીવીર અંગે સરકાર પૂરતું ધ્યાન દે. RT-PCR રિપોર્ટ મુદ્દે હાઇકોર્ટ દ્વારા ઓછા સમય માં લોકો ને રિપોર્ટ અંગે જાણકારી પ્રાપ્ત થાય અને ગ્રામ્ય તથા નાના નગરો માં પણ RT-PCR રિપોર્ટ ની સુવિધા તાત્કાલિક ઊભી કરવા નું સૂચન કર્યું હતું.

હાલ ની સ્થિતિ એ હોસ્પિટલ માં દાખલ વ્યક્તિ નેજ રેમડેસીવીર ના ઈંજેક્શન ઉપલબ્ધ છે તેના પર સરકારની જાટકણી કાઢતા મુદ્દે કહ્યું હતું કે હોમ ક્વારંટાઈન માં રહેલ વ્યક્તિ ને પણ રેમડેસીવીર ના ઈંજેક્શન ઉપલબ્ધ થાય તેવી સુવિધા કરવી જોઈએ.

આગામી સુનાવણી 15 એપ્રિલ ના રોજ રાખવામા આવી છે જેમાં સરકાર ને પોતાનો એક્શન પ્લાન રજૂ કરવાનું જણાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

અમદાવાદ

AMC નો મહત્વપૂર્ણ નિર્ણય, કોરોના કાળ માં ઔદ્યોગિક એકમ માટે ઓક્સિજન પર પ્રતિબંધ

oxygen cylinder News in Gujarati

Important decision of AMC, ban on oxygen for industrial unit in Corona period

હાલ ની કોરોના ની વિપરીત પરિસ્થિતી ને ધ્યાન માં લઈ AMC એટલે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ઊભી શહેર માં ઊભી થયેલી ઓક્સિજન ની અછત પર અંકુશ પ્રાપ્ત કરી શકાશે.

હાઇલાઇટ

  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
  • કોરોના ની સ્થિતિ ને ધ્યાન માં લેતા કરવામાં આવ્યો નિર્ણય.
  • તમામ ઔધોગિક એકમ ને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી બંધ.

ઔધોગિક એકમ પર ઓક્સિજન માટે કામ ચલાઉ પ્રતિબંધ

હાલ માં સર્વત્રે કોરોના ના કેસો માં ખુબજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત અને અમદાવાદ જેના મહાનગરો માં તેની અસર વ્યાપક પ્રમાણ માં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક માં 3694 કેસો સાથે અમદાવાદ એ ગુજરાત માં સૌથી વધુ સંક્રમણ માં પ્રથમ રહ્યું હતું.

વર્તમાન સ્થિતિ એ કોરોના ના દર્દીઓની વધતી સંખ્યા ના કારણે ઓક્સિજન ની માંગ માં પણ ખુબજ વધારો જોવા મળ્યો છે. મેડિકલ ક્ષેત્ર માટે ઉત્પાદિત થતો ઓક્સિજન નો કુલ જથ્થો હવે અમદાવાદ શહેર માટે અપૂરતો હોવાથી મ્યુનિ. દ્વારા તાત્કાલિક ધોરણે GPCB સાથે મળી એક નવો નિર્ણય લીધો છે.

નિર્ણય પ્રમાણે અનિશ્ચિત સમય માટે ઉધ્યોગો ને ઓક્સિજન નહીં આપવાનો હુકમ ફરમાવામાં આવ્યો છે. સાથે તે જથ્થો મેડિકલ ક્ષેત્ર માં વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાત્કાલિક 1500 નવા સિલિન્ડર મેડિકલ ક્ષેત્ર ને મળશે.

GPCB અને AMC દ્વારા કરવામાં આવેલા આ નિર્ણય ના કારણે, થોડા અંશે શહેર માં ઊભી થયેલી ઓક્સિજન ની અછત ને પહોચી શકાશે તથા 1500 જેટલા નવા સિલિન્ડર મેડિકલ ક્ષેત્રને ઉપલબ્ધ થશે. દરરોજ હોસ્પિટલો ને 50 જેટલા સિલિન્ડર ભરી આપવા માટે ભાડાના વાહન ની AMC દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

કોર્પોરેશન દરમિયાન હાલ માં હોસ્પિટલો ને સિલિન્ડર ભરવા માટે તથા સિલિન્ડર ને પહોચાડવા માટે ભાડાના વાહનો ની વ્યવસ્થા કરી છે. હાલ માં 1000 જેટલા પવેપારીઓ છે જે ઓક્સિજન ની સપ્લાય હોસ્પિટલો ને પૂરી પાડે છે. આ એકમો ને 1000 જેટલા નવા સિલિન્ડર પ્રાપ્ત થશે.

Continue Reading

ગુજરાત

રેમડેસિવિર બનાવનારી કંપનીઓએ આપ્યા ખુબજ સારા સમાચાર, ભાવ માં કર્યો ઘટાડો

remedecivir News in Gujarati

હાલ માં ગુજરાત અને પૂરા ભારત ની સ્થિતિ કોરોના ના કારણે ખુબજ ડામાડોળ બની ચૂકેલી છે. પૂરા ભારત માં અત્યારે એક દિવસ માં રોજ બે લાખ થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ગુજરાત માં પણ 8 હજાર થી વધારે કેસ આવી રહ્યા છે.

હાઇલાઇટ

  • રેમડેસિવિર ના ઈંજેક્શન ના ભાવો માં થયો ઘટાડો,
  • સરકાર ની વિનંતી ઈંજેક્શન બનાવતી કંપની એ માની,

હાલ ની કોરોના ની ભયાનક અને ગંભીર સ્થિતિ ના કારણે સમગ્ર મેડિકલ ક્ષેત્ર એક કાટો કટી ની સ્થિતિ માથી પ્રસાર થઈ રહ્યું છે. કોરોના ના હાલ ના લક્ષણો માં રેમડેસિવિર ના ઈંજેક્શન ની માંગ ખુબજ વધી રહી છે. એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર હાલ માં કોરોના ના દર્દી ઑ માટે કઈક અંશે જીવનદાન આપનાર બની રહ્યું હતું. થોડા સમય પહેલા તેના સ્ટોક માં અછત વર્તાઇ હતી.

ઉત્પાદન કરતી કંપનીઓને કેન્દ્ર સરકાર ની વિનંતી

એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર ની માંગ વધતાં તેના સ્ટોક માં અછત ઊભી થયી હતી ત્યાર બાદ ઘણી જગ્યાએ તેની કાળા બજારી ના પણ સમાચાર સામે આવ્યા હતા. તેની ઉપયોગિતા અને મહત્વતા ને ધ્યાન માં લઈ કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર બનાવનારી કંપની ને ભાવઘટાડો કરવા માટે વિનંતી કરી હતી.

એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર બનાવતી કંપનીઓએ કર્યો ભાવ ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિનંતી બાદ કંપની એ ભાવ માં ફેરફાર કર્યો હતો જેથી તેનો લાભ મધ્યમ પરિવાર અને ગરીબ લોકો ને પણ મળી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ ત્યાર બાદ નીચે પ્રમાણે ના ભાવ જાહેર કર્યા હતા.

કંપનીનું નામ બ્રાંડ નામ અગાઉની MRP (રૂપિયામાં)નવી MRP (રૂપિયામાં)
કેડિલા હેલ્થકેર લિમિટેડ રેમડેક (REMDAC) 2,800/- 899/-
સિપ્લા લિમિટેડ સિપ્રેમી (CIPREMI) 4,800/- 3,000/-
જુબિલન્ટ જીનેરિક્સ લિ. જુબી-આર(JUBI-R) 4,700/-3,400/-
સિનજેન ઈન્ટરનેશનલ લિમિટેડ (બાયોકોન બાયોલોજીક્સ ઈન્ડિયા) રેમવિન (RemWin) 3,950/-2,450/-
ડો.રેડ્ડીઝ રલેબોરેટરીઝ લિ. REDYX 5,400/- 2,700/-
માઈલન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ. ડેસરેમ(DESREM)4,800/- 3,400/-
હિટેરો હેલ્થકેર લિ. કોવિફોર (COVIFOR) 5,400/- 3,490/-

અહી એ જાણવું ખુબજ જરૂરી છે કે આ દવાનું ઉત્પાદન ભારત માં માત્ર 7 જ કંપની દ્વારા કરવામાં આવે છે જ્યારે તેઓ દ્વારા દર મહિને 38.80 લાખ યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાની મેસસ ગિલીડ સાયન્સિસ સાથે સ્વૈચ્છીક પરવાના સમજૂતી હેઠળ એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિર ની પેરમીશન મળે છે.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive